મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ


SHARE





ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ

વેપારી તથા ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્ભવતા વિવિધ વિવાદો અને મતભેદોનું પરસ્પર સમજુતી દ્વારા સરળતાથી નિવારણ લાવવાના હેતુથી ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સ (મધ્યસ્થીઓ) ની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓ વચ્ચેના વ્યાપારિક પ્રશ્નોને કોર્ટના લાંબા અને ખર્ચાળ આંટાફેરા વગર લોકઅદાલત કે મધ્યસ્થતા (Mediation) ના માધ્યમથી ઝડપથી ઉકેલવાનો છે.

ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર એવા મોરબી જિલ્લામાંથી પણ બે અગ્રણી વ્યક્તિઓની મીડિયેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં મોરબી સીરામીક મેન્યુફેક્ચરિંગ એસો. ફ્લોર ડીવીઝનના પ્રમુખ સંદીપ આર. કુંડારિયા અને વરમોરા ગ્રેનાઈટો લિમિટેડના મુકુંદભાઈ ટી. સનચાણિયાનો સમાવેશ થાય છે. મોરબીના અનુભવી મધ્યસ્થીઓની નિમણૂક થવાથી સ્થાનિક સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ અને કંપનીઓ વચ્ચેના નાણાકીય કે વ્યાપારિક વિવાદો સ્થાનિક સ્તરે જ સુખદ રીતે ઉકેલી શકાશે. જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે અને વેપાર- ઉદ્યોગમાં સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેશે.




Latest News