મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો


SHARE







મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો

મોરબી નજીક આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કુર્તી ખરીદવા માટે થઈને સર્ચ કર્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો અને તેમાં વાતચીત થયા બાદ 100 કુર્તીનો ઓર્ડર આપ્યો હતો જેથી આરોપીએ સ્કેનર મોકલાવ્યું હતું જેમાં યુવાને 15,000 રૂપિયા ઓનલાઈન મોકલાવ્યા હતા જોકે તેને કુર્તી આપવામાં આવી ન હતી જેથી ઓનલાઇન ફ્રોડની યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની સુરતથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (31) નામના યુવાને મોબાઈલ નંબર 70414 59596 તથા યુપી આઇડીના ધારક તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદવા માટે સર્ચ કર્યું હતું ત્યારે આ કામના આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી વ્હોટ્સએપ મેસેજ કરીને AN TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તિ ખરીદવા બાબતે વાતચીત કરી હતી અને એક કુર્તિનો ભાવ 150 રૂપિયા નક્કી કર્યો હતો જેથી ફરિયાદીએ 100 કુર્તિનો ઓર્ડર આપ્યો હતો અને આરોપીએ ફરિયાદીના મોબાઇલ ઉપર સ્કેનર મોકલાવ્યું હતું જેથી ફરિયાદી યુવાને 15,000 રૂપિયા મોકલાવી આપ્યા હતા જોકે આરોપીએ કુર્તિ મોકલાવી ન હતી અને પાર્સલમાં એક જૂનું ફોર્મલ પેન્ટ કલાવીને ફરિયાદીની સાથે 15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી.સરવૈયા તથા તેઓની ટીમ દ્વારા આરોપી અલ્પેશ વિનોદભાઈ ચૌધરી રહે. સયાન પ્લોટ નં. 224 નિશાળ ફળિયું શેખપુરા રોડ સુરત વાળાની સુરતમાંથી ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News