મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના


SHARE









મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના

મોરબીના શનાળા ગામે આવેલ નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે શનિવારે 'કવિ સંમેલન' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય આ ને કવિતા પ્રેમી લોકો આવ્યા હતા અને તેઓની સમક્ષ કવિઓ દ્વારા પોતાની સ્વયંરચિત કવિતાઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. થવા જઈ રહ્યું છે.

સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તથા સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવા માટે રાજય સરકાર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં શનિવારે સાંજે મોરબીવાસીઓમાં છુપાયેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, તેની સાથોસાથ ઓનલાઈન 'કાવ્યલેખન સ્પર્ધા' નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ઘણા સાહિત્યપ્રેમી નાગરિકોએ ભાગ લીધેલ હતો અને તેઓની સ્વરચિત અને મૌલિક સર્જન કરેલી કવિતાઓને આયોજકો સુધી મોકલવી આપી હતી ત્યાર બાદ નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરીને તેમાંથી ઉત્કૃષ્ટ રચના મોરબીમાં કવિ જલરૂપના નામથી જાણીતા કવિની હોય તેઓને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. અને કવિ સંમેલનમાં કવિ દીપકભાઈ ત્રિવેદી, હર્ષિદાબેન ત્રિવેદી, વિશાલભાઈ પારેખ, રામભાઇ વરોતરિયા, જનાર્દન દવે, પંકજભાઈ ગઢવી દ્વારા પોતાની એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં હાજર રહેલા ડોક્ટરો, શિક્ષણ વિદો સહિતના નગરજનો અને સાહિત્યરસિકોએ કવિઓ દ્વારા રજૂ કરવામાં આવતી કવિતાઓને દાદ આપીને તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અને કાર્યક્રમને મનભરીને સહુ કોઈએ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્શિવ ફાઉન્ડેશનના આરતીબેન રાંકજા અને રોહનભાઈ રાંકજા અને તેઓની ટિમ તેમજ જિલ્લા રમતગમત અધિકારી હિરલબેન વ્યાસ અને તેના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News