મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

માળિયાના સરવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE





માળિયાના સરવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી જિલ્લામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને છેવાડાના પરિવારોની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર શિક્ષા મોરબીઅંતર્ગત માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય’ (KGBV) માં શૈક્ષણિક વર્ષ માટે ધોરણ-૬ થી ૧૨ માં દીકરીઓના નામાંકન (પ્રવેશ) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ નિવાસી શાળામાં પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે-સાથે રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ ખાસ કરીને શાળા બહારની (Drop out) અથવા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવામાં અસમર્થ રહી હોય તેવી ૧૦ વર્ષથી વધુ ઉંમરની દીકરીઓ, અંતરિયાળ વિસ્તારની કન્યાઓ, નિયમિત શાળાએ ન જઈ શકતી હોય તેવી દીકરીઓ તેમજ SC, ST, OBC, લઘુમતી (Minority) અને ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા પરિવારોની દીકરીઓને પ્રવેશમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ આકર્ષક શૈક્ષણિક તકનો લાભ લેવા અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય કંડારવા માટે ઈચ્છુક વાલીઓએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મુ. સરવડ, તા. માળિયા (મી.), જિ. મોરબી ખાતે રૂબરૂ મુલાકાત લેવી અથવા સંસ્થાના સત્તાવાર મોબાઈલ નંબર ૯૦૮૧૬ ૯૫૯૨૭ પર સંપર્ક સાધવો, તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (સમગ્ર શિક્ષા મોરબી)ની યાદીમાં જણાવાયું છે.




Latest News