મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન


SHARE









મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન

પવિત્ર શ્રાવણ માસ તથા બળેવ–રક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબી શહેરના બ્રહ્મભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં તા 23/8 ને રવિવારના રોજ મોરબી શહેરમા જુદાજુદા 5 સ્થળોએ જનોઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાંકાંઠે અગ્નેશ્વર મહાદેવ મંદિર, લખધીરવાસમા સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ હોલ, નવલખી રોડ પાસે આવેલ બ્રહ્મપુરી સોસાયટી અને વાઘપરામા આવેલ ગાયત્રી મંદિર ખાતે સવારે 9 : 00 થી 11 : 00 અને નવલખી રોડ ઉપર આવેલ શ્રી પરશુરામ ધામ મંદિર ખાતે સાંજે 6 : 00 થી 8 : 00 કલાક સુધી જનોઈનું વિતરણ કરવામાં આવશે. જેથી જે ભૂદેવો જનોઈ લેવા માટે આવે તેઓએ આધારકાર્ડ અથવા અન્ય ફોટો આઈડી સાથે લાવવા અપીલ કરવામાં આવી છે. અને જનોઈનો સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી જ વિતરણ કરવામાં આવશે. તેવું પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કૌશલભાઈ મહેતા (70697 69859), મહામંત્રી ધર્મભાઈ રાવલ (99241 57044) અને મહામંત્રી વિશ્વાસભાઈ જોશી (99796 13433)એ જણાવ્યુ છે.




Latest News