મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા


SHARE





હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા

હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં આવેલ વાડીજુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,61.500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જયારે રાયસંગપર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવતા 7 શખ્સો 23,700 ની રોકડ સાથે ઝપડાયા હતા.

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં વિષ્ણુભાઈ જેરામભાઈ હડિયલની વાડીએ જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાનજીભાઈ સુખાભાઈ હડિયલ રહે. જૂની મામલતદાર કચેરી સામે હળવદ, રમેશભાઈ જહાભાઈ ચાવડા રહે. કોંઢ કનકપુર તાલુકો ધાંગધ્રા, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદીયા રહે. કોંઢ કનકપુર તાલુકો ધાંગધ્રા, તુલસીભાઈ ચતુરભાઈ સુરાણી રહે. શિવપુર તાલુકો હળવદ, જગદીશભાઈ શંકરભાઈ સોનાગ્રા રહે. લીલાપર ચંદ્રગઢ તાલુકો હળવદ અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયા રહે. બુટવડા તાલુકો હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,61,500 ની રોકડ સાથે આરોપીઓને પકડી લીધા હતા જયારે હળવદના રાયસંગપર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા રાજુભાઈ બીજલભાઇ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કંઝારીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા રહે. બધા રાસંગપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 23,700 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બંને ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News