મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે વાડીએ જતાં સમયે નીચે પડવાથી માથામાં ગંભીર ઇજા પામેલ વૃદ્ધનું મોત


SHARE





હળવદના કવાડિયા ગામે વાડીએ જતાં સમયે નીચે પડવાથી માથામાં ગંભીર ઇજા પામેલ વૃદ્ધનું મોત

હળવદના કવાડિયા ગામે દીકરાએ મજૂરી કામ માટે રાખેલી વાડીએ જઈ રહેલા વૃદ્ધ રસ્તામાં કોઈ કારણસર પગ લપસી જવાના કારણે નીચે પડ્યા હતા ત્યારે ડાબા કાન અને માથાની ડાબી બાજુએ પાછળના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું અને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોડી ગામે વાડીરહીને મજૂરી કામ કરતા શંકરભાઈ ગુલજીયાભાઇ ઘાણેક (60) નામના વૃદ્ધ હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં તેના દીકરા સુલતાનભાઇ ધાણેકે મજૂરી પેટે રાખેલ વાડીએ ચાલીને જતા હતા ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા કોઈ કારણોસર તેનો પગ લપસી જવાના કારણે તે પડી ગયા હતા અને પથ્થર સાથે માથું અથડાયું હતું જેથી તેઓને ડાબા કાન તથા માથાની ડાબી બાજુએ ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સુલતાનભાઈ શંકરભાઈ ધાણેક (30) રહે. હાલ દાનુભાઈ ડોડીયાની વાડીએ કવાડિયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News