મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની કુલ 8 રેડ: 41 શખ્સો 3.28 લાખના મુદમાલ સાથે પકડાયા હળવદના કવાડિયા ગામે વાડીએ જતાં સમયે નીચે પડવાથી માથામાં ગંભીર ઇજા પામેલ વૃદ્ધનું મોત ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની કુલ 8 રેડ: 41 શખ્સો 3.28 લાખના મુદમાલ સાથે પકડાયા


SHARE





મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની કુલ 8 રેડ: 41 શખ્સો 3.28 લાખના મુદમાલ સાથે પકડાયા

મોરબી શહેરમાં જુદીજુદી 2 જગ્યાએ, વાંકાનેર શહેરમાં જુદીજુદી 2 જગ્યાએમ ટંકારા તાલુકામાં જુદીજુદી 3 અને હળવદ તાલુકામાં એક જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 41 પતા પ્રેમીઓ 3,28,410 ના મુદામાલ સાથે પકડાયેલ છે જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચર પાસે બાપા કે પ્લાઝા નામના શોપિંગ સેન્ટરમાં પરેશભાઈ ગોધાણીની નિયોર એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે અને તેમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી (27) રહે. ઉમા રેસીડેન્સી સોસાયટી પંચાસર રોડ મોરબી, ફેનિલભાઈ અલ્પેશભાઈ ભાડજા (26) રહે. રોયલ હાઈટ્સ ફ્લેટ નંબર 501 ઉમા ટાઉનશીપ મોરબી, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી (39) રહે. શિવ ગંગા એપાર્ટમેન્ટ વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી, મેહુલભાઈ રમેશભાઈ બોડા (37) રહે. મહિમ એપાર્ટમેન્ટ વૈદેહી પ્લાઝા સામે રવાપર, સતિષભાઈ મુકેશભાઈ કારેણ (26) રહે. શિવધારા જલધારા ફલેટ મહેન્દ્રનગર, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર (27) રહે. મયુર સોસાયટી મોરબી તથા ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા (32) રહે હરીકુંજ એપાર્ટમેન્ટ વૃંદાવન સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 45,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ લખમણભાઇ નારોલા (42) રહે. કુલીનગર મોરબી અને રાહુલભાઈ વિજયભાઈ લાબરીયા (19) રહે. સેન્ટ મેરી સ્કૂલ રેલ્વે ફાટક નજીક મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના કુલીનગર વિસ્તારમાં ઉજાલા ડેરીની બાજુમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અસગરભાઈ હુસેનભાઇ સેડા (32) રહે. કુલીનગર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

વાંકાનેરના સિંધાવદર રોડ ઉપર અમરસર ગામની સીમમાં રામજીભાઈ મકવાણાની વાડીએ ખુલી જગ્યામાં જુગાર કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેવાભાઈ કાનાભાઈ ગારીયા (47) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર, સાગરભાઇ કાળુભાઈ બાબરીયા (26). રહે અમરસર, જીતેશભાઈ મગનભાઈ રાઠોડ (30) રહે. અમરસર, ગૌતમભાઈ કેશવલાલ મકવાણા (36) રહે. અમરસર, રામજીભાઈ કેશુભાઈ મકવાણા (42) રહે. અમરસર, રતાભાઇ કાનાભાઈ ગમારા (32) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર તથા અશોકભાઈ મોતીભાઈ કાટોડીયા (36) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 52,700 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી

 

વાંકાનેરના દાતાર વિસ્તારમાં સાગરભાઇ વિકાણીના ઘર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા સલીમશા રસુલશા શાહમદાર (58) રહે. ગાયત્રી મંદિર સામે વાંકાનેર તથા શામજીભાઈ નાગજીભાઈ વાઘેલા (36) રહે. તીથવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1660 રૂપિયા રોકડા તથા 30000 ની કિંમતનું બાઈક નંબર જીજે 36 એએમ 8314 આમ કુલ મળીને 31,660 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપુજકવાસના ચોરા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રણજીતભાઈ ચતુરભાઈ વિકાણી (34), વિજયભાઈ સુનિલભાઈ વીકાણી (34), તુલસીભાઈ રામજીભાઈ વિકાણી (30), ઘનશ્યામભાઈ દેવરાજભાઈ વિકાણી (23), ભગવાનજીભાઈ રાજેશભાઈ વિકાણી (26) અને કિશનભાઇ મનોજભાઈ દેલવાડીયા (19) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ઘુનડા તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જેરાજભાઈ ઉર્ફે જેરામભાઈ મોહનભાઈ ખાખરીયા (50) સાગરભાઇ કાનજીભાઈ ખાખરીયા (32), કાનજીભાઈ પ્રેમજીભાઈ ખાખરીયા (55) અને પ્રવીણભાઈ ઉર્ફે ગુડો ગગજીભાઈ વાઘેલા રહે. બધા હડમતીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 23,200 ની રોકડ અને 5000 રૂપિયાની કિંમત મોબાઈલ ફોન આમ કુલ મળીને 28,200નો મુદામાલ કબજે કર્યો હતો

ટંકારા લતીપર રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ-1 સોસાયટીમાં નીરજભાઈ કુકડીયાના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી નીરજભાઈ પ્રવીણભાઈ કુકડીયા (30) તથા નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા (26) રહે. ગોકુલનગર સોસાયટી ટંકારા, આશિષભાઈ રમેશભાઈ રાઠોડ (30) રહે. ઉગમણા નાકા પાસે ટંકારા, કેવલભાઈ નરસીભાઈ કલોલા (28) રહે. ક્રાંતિ જ્યોત સોસાયટી મહેન્દ્રનગર, સાગરભાઇ જયંતીભાઈ રૂપાલા (32) રહે. ખોડીયાર પાર્ક નાની વાવડી અને પ્રવીણભાઈ પરસોતમભાઈ કાવર (54) રહે. ગોપાલ સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 92,500 ની રોકડ તથા 60,000 રૂપિયાની કિંમતમાં છ મોબાઈલ ફોન મળીને 1,52,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો

હળવદના જુના ધનાળા ગામે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ પ્રેમદાસભાઈ વૈષ્ણવ રહે. આનંદ પાર્ક હળવદ, લલીતભાઈ હિંમતભાઈ ઠાકર રહે. વેલાળા તાલુકો મુળી, સંજયભાઈ ધારાભાઈ રંગપરા રહે. વેલાળા તાલુકો મુળી, કરસનભાઈ નારણભાઈ સોનાગ્રા રહે. નવા ધનાળા, નીરવભાઈ પ્રવીણભાઈ ચૌહાણ રહે. દંતેશ્વર દરવાજા પાસે હળવદ અને દિનેશભાઈ ઓડભાઈ જીજવાડિયા રહે. જૂના ધનાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,550 ની લોકડ સાથે તેની ધરપકડ કરી હતી

 




Latest News