મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત


SHARE





મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત

મોરબી નજીકના રવાપર ગામે આવેલા બોની પાર્કમાં રહેતા મહિલાને ઘરે છાતીમાં દુ:ખાવો થતા દવાખાને ખસેડાયા હતા. જયાં તેઓને મૃત જાહેર કરાયા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બોની પાર્કમાં રહેતા જલ્પાબેન પ્રશાંતભાઈ કૈલા નામના 34 વર્ષના મહીલાને ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે જલ્પાબેનને મૃત જાહેર કર્યા હતા. જેથી એ ડીવીઝનના વનીતાબેન સિચણાદાએ નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી. જયારે મોરબીના ખાનપર ગામે ઝેરી જનવર કરડી જતા આશાબેન બહાદુરભાઈ ડાવર નામની પંદર વર્ષની દિકરીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં

 મોરબી જુના ઘુંટુ રોડ ચિમ્પોલો સીરામીકના લેબર કવાટરમાં રહી ત્યાં જ મજુરીકામ કરતો અમિત અલીભાઈ ગોડ નામનો 18 વર્ષનો યુવાન યુનીટમાં કામ કરતો હતો ત્યારે મશીનના બેલ્ટમાં હાથ આવી જતા સારવાર માટે શિવમ હોસ્પીટલે ખસેડાયો હતો તેમજ થોરાળા ગામે ઘરે મોબાઈલનું ચાર્જર લગાવવા સમયે ઈલે.શોટ લાગતા રવિ નરેન્દ્રભાઈ કુમાર નામના 14 વર્ષના બાળકને અત્રે આયુષ હોસ્પીટલે લવાયો હતો.

મહિલાનું મોત

 મોરબીના મહેન્દ્રનગર પાસેના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા ભાનુબેન દિલીપભાઈ પંસારા (45) નામની મહિલાને મગજની ગાંઠનું ઓપરેશન કરાવેલ બાદ તબીયત બગડી જતા મોરબી અને બાદમાં રાજકોટ ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. જયારે મહેન્દ્રનગર ગામે હુશેનભાઈની સાઈટ ઉપર રહીને ત્યાં કામ કરતો સુનીલ સોમાભાઈ ઈગડે (25) નામનો યુવાન બેભાન થતા અહીંની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

કારમાં આગ

મોરબી નવલખી રોડ શ્રદ્ધાપાર્કમાં રહેતા હાર્દિક રાજેશભાઈ કારીયા જાતે સીંધી લોહાણા (36)એ પોલીસમાં જાહેર કર્યું હતું કે ગત તા.26/8ના સવારે પાંચેક વાગ્યાના અરસામાં તેમના ઘરની પાસે પાર્ક કરેલ વર્નાકાર નંબર જી.જે.36 આર 2592માં કોઈ કારણોસર અચાનક પાછળની ડાબીબાજુએ આગ લાગેલી હતી. જેથી કારનો પાછળનો ભાગ બળી જવાથી અંદાજે છએક લાખનું નુકસાન થવા પામેલ છે. બનાવ અંગે નોંધ કરી બી ડીવીઝનના સતીષભાઈ ગળચરે તપાસ કરી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી નગર દરવાજા ચોક પાસેના ચોકસી બ્રધર્સ નામની દુકાન પાસે બે ટુ-વ્હીલર અથડાતા ઈજાગ્રસ્ત થયેલા અશોક કીશનભાઈ ચૌહાણ (27) રહે. રેલ્વે સ્ટેશન રોડ મેલડી માતા મંદિરની પાસેને સારવારમાં ખસેડાયો હતો. તેમજ રવાપર રોડ નીલકંઠ સ્કુલ પાસેથી પગપાળા જઈ રહેલા જશુબેન હરીભાઈ ભલગામા નામના 65 વર્ષીય વૃદ્ધાને (રહે.સોમૈયા સોસાયટી, વાવડી રોડ) કોઈ એકટીવા ચાલકે હડફેટે લેતા સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News