વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ


SHARE







મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ

મોરબી ઘટક-૨ના ખાખરાળા સેજા હેઠળ આવતી ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના ભૂલકાઓમાં સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેનો ભાવ કેળવાય તેમજ તેઓ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને વ્યક્તિત્વથી પરિચિત થાય તે હેતુથી આંગણવાડી કેન્દ્રમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. અને નાના ભૂલકાઓ ઉત્સાહભેર રાધા-કૃષ્ણના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. બાળકોએ રાધા અને કાનુડાના સ્વરૂપમાં સૌનું મન મોહી લીધું હતું. અને બાળકોએ ઉત્સાહપૂર્વક મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્રના કાર્યકર દિવ્યાબેન તથા હેલ્પર વંદનાબેને જહેમત ઉઠાવી હતી.




Latest News