મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ


SHARE





મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ

મોરબીના ઘુંટુ રોડ ઉપર નદીના પુલ પાસે બેઠેલ યુવાન નદીના પાણીમાં પડી ગયો હતો જેથી ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું.  સીટી બી-ડીવીઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ ઘુંટુ રોડ ઉપર સિરામીકના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો ગલુભાઇ બોલમાલી ગોપે (ઉ.વ. 28, રહે. ઝારખંડ) સાંજે છએક વાગ્યે ઘુંટુ રોડ ઉપર નદીના પુલ પાસે બેઠો હતો. ત્યારે કોઇ કારણસર નદીના પાણીમાં પડી ગયો હતો. જેથી ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. મૃતદેહ પીએમ માટે સિવિલે ખસેડાયો હતો. જેને પગલે બી-ડીવીઝનના એ.એમ. ઝાપડીયાએ નોંધ કરી તપાસ કરી હતી.

યુવતી સારવારમાં
મોરબી વાંકાનેર દરવાજા પાસે એક્ટીવામાં જતા વખતે અકસ્માતમાં ઇજા પામેલ હસુમતીબેન હિરાભાઇ બારોટ (19, રહે. લઘખીરવાસ)ને સારવારમાં લઇ જવાઇ હતી. જ્યારે વાંકાનેરના સ્ટેશન રોડ આક્ષદ ગોલા પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં જીતુભાઇ રમેશભાઇને સારવારમાં લઇ જવાયા હતા તેમજ હળવદના મિંયાણી ગામે રહેતા જગદીશ પ્રેમજીભાઇ નંદેસરીયા (37)ને ટીકર ગામની ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો.

વાહન અકસ્માત
ટંકારાના લજાઇ ગામે રહેતો કરણ કાળુભાઇ મહેડા નામનો યુવાન ટંકારા ખાતે પગપાળા જતો હતો ત્યારે ઇકો કાર હડફેટે ઇજા થતાં સારવાર માટે મોરબી લવાયો હતો તેમજ માળીયા મીં ખાતે રહેતા સલીમ દિલાવર જેડાએ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા 108 વડે અત્રેની સિવિલે લવાયો હતો. રાજકોટ હાઇવે લજાઇ ગામે કારની હડફેટે ઇજા થતાં વિનોદભાઇ વિઠ્ઠલભાઇ પરમારને સારવાર માટે અહીંની સરકારી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતાં.

મારામારી
માળીયાના કુંતાસી ગામે રહેતા જુગલ લક્ષ્મણભાઇ હમીરીયાને ત્રણ લોકોએ લાકડી વડે માર મારતા સારવારમાં મોરબી ખસેડાયો હતો. મોરબી પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા પરિવારની વારણસી નરેશભાઇ ડામોર નામની ચાર વર્ષની બાળકી ખાટલામાં સુતી હતી ત્યારે ગાડીની ઠોકર લાગતા ઇજા થતાં સારવાર માટે લઇ જવાઇ હતી. વીસીપરામાં ભત્રીજાને તલવાર વડે ખભાના ભાગે હુમલો કરતાં ઇજા પામેલ વિજય સામતભાઇ ઇન્દરીયાને સિવિલે ખસેડાયો હતો.

પાઇપ વડે માર મારતા
મોરબી ધક્કાવાળી મેલડી મંદિરની પાછળ ખાડા વિસ્તારમાં અજાણ્યા ઇસમોએ પાઇપ વડે માર મારતા ઇજા પામેલા પ્રશાંત અરવિંદભાઇ ગઢાસીયા (ઉ.વ. 30, રહે. સુરજબાગ)ને સારવારમાં લઇ જવાયો હતો. થોરાળા ગામના પાટીયે રહેતા પરિવારનો રવિ નરેન્દ્રભાઇ (ઉ.વ. 14) સગીરને મોબાઇલ ચાર્જ કરવા જતાં સમયે ઇલે. શોર્ટ લાગતા અત્રેની આયુષ હોસ્પીટલે લવાયો હતો. જ્યારે જાંબુડીયા ગામે વિનટેલ કંપની નજીક ટ્રક નંબર જીજે-12-બીએક્સ-3957માં આગ લાગતા સોનમસિંહ પુનમસિંહ રાખી (રહે. બાડમેર, રાજસ્થાન)એ તાલુકા પોલીસને જાણ કરી હોય બીટ જમાદાર એ.એચ. પરમારને નોંધ કરી તપાસ કરી હતી.




Latest News