મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક
Breaking news
Morbi Today

મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ


SHARE





મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ

મોરબી જિલ્લા સહિત છ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી સસ્તા બજાર દુકાન નજીક હોવાથી એસજીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યે પહોંચીને સ્થળ ઉપરથી મહિલાને ઝડપી લીધી હતી અને હદપારીના હુકમનો ભંગ કરવામાં આવ્યો હોય મહિલાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબી જિલ્લામાં આસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોને પાસા કરવામાં આવતા હોય અથવા તો તેઓને જિલ્લામાંથી હદપાર કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મૂળ રાજકોટના રૈયાધાર વિસ્તારના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા પાસે રહેતા માનુબેન રાયસીંગભાઇ વાઘેલા (30) નામની મહિલાને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂલર, જામનગર, કચ્છ ભુજ અને દેવભૂમિ દ્વારકા એમ કુલ મળીને છ જિલ્લામાંથી હદપાર કરવામાં આવી હતી અને આ મહિલા ઢુવા ચોકડી નજીક સસ્તા બજાર દુકાને સામે હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જઈને તે મહિલાને પકડી હતી અને મોરબી જિલ્લામાં હદપારીના હુકમનો ભંગ કરવા સબ તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે




Latest News