મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE







અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાં શેડ ઉપર ચડીને કામ કરતા સમયે પતરું તૂટવાના કારણે યુવાન નીચે પટકાયો હતો જેથી તેને માથાના ભાગે તથા શરીરે ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જ્યારે માટેલ રોડ ઉપર આવેલ સેનેટરીના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતુ આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ વાંકાનેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ વાંજાવાસના રહેવાસી અને હાલમાં મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આનંદ હોટલની પાછળના ભાગમાં રહેતા શૈલેષભાઈ હસમુખભાઈ લકુમ (34) નામનો યુવાન વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ બ્રાનેટ ગ્રેનાઈટો નામના કારખાનામાં શેડના પતરા ઉપર ચડીને ત્યાં કામ કરતો હતો ત્યારે સિમેન્ટનું પતરું તૂટ્યું હતું જેથી કરીને ઊંચાઈ ઉપરથી યુવાન નીચે પટકાતાં તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ટોરિસ સેનેટરી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા નાજમીનખાન બુરેખાન મન્સૂરી (18) નામના યુવાને કોઈપણ કારણોસર ટોરીસ સેનેટરી કારખાનામાં ગળાફસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News