મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને કર્યા આપઘાત: તળાવિયા શનાળા ગામે શૉટ લગતા મહિલાનું મોત


SHARE





















મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને કર્યા આપઘાત: તળાવિયા શનાળા ગામે શૉટ લગતા મહિલાનું મોત

મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝાડની ડાળી સાથે દોરી બાંધીને યુવાને આપઘાત કર્યો હતો જ્યારે મોરબીના ચક્મપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને પોતે પોતાની જાતે કોઈપણ કારણસર ગળાફસો ખાઈને આપઘાત કર્યો છે અને મોરબીના તળાવીયા સનાળા ગામે રહેતી મહિલાને ઇલેક્ટ્રીક શોટ લગતા તેનું મોત નીપજયું હતું જે ત્રણેય બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજ ખાતે રહેતા મનોજભાઈ નૈનેભાઈ થાપા (40) નામના મૂળ નેપાળી યુવાને મોરબીના જેલ રોડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝાડની ડાળી સાથે દોરી બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા વિજયભાઈ સોમાભાઈ નાયક (20) નામના યુવાન કોઈપણ કારણોસર લક્ષ્મણભાઈ ભૂદરભાઈની વાડીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને અવાયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા કંચનબેન સંજયભાઈ કગથરા (40) નામના મહિલાને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી હતી 










Latest News