મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને કર્યા આપઘાત: તળાવિયા શનાળા ગામે શૉટ લગતા મહિલાનું મોત મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ: 23 પેટી  નકલી દારૂ સહિત 20 લાખના મુદામાલ સાથે 5 પકડાયા હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ: 23 પેટી  નકલી દારૂ સહિત 20 લાખના મુદામાલ સાથે 5 પકડાયા


SHARE





મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ: 23 પેટી  નકલી દારૂ સહિત 20 લાખના મુદામાલ સાથે 5 પકડાયા

ભાવનગરના તાજેતરમાં નકલી વિદેશી દારૂના લીધે લઠ્ઠાકાંડ થયો હતો જેમાં 13 લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા ત્યાર બાદ પોલીસે સફાળી જાગી હતી અને દરોડા કરવામાં આવ્યા હતા તેવામાં મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આવેલા જુદાજુદા બે મકાનમાં એલસીબીની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નકલી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો જેથી પોલીસે નકલી વિદેશીઓ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કુલ મળીને 600 લિટર જેટલું કેમિકલ તથા કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ, 6.50 લાખ રૂપિયા રોકડા અને એક કાર આમ કુલ મળીને 20 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને કુલ મળીને 5 આરોપીને પકડવામાં આવેલ છે અને તેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથોસાથ આ શખ્સો પાસેથી મળી આવેલ કેમિકલ તેમજ બોટલીંગ અને પેકેજીંગ કરવા માટેનું મટિરિયલ્સ તેઓ કયાંથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અગાઉ મોરબીમાંના રફાળેશ્વર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી ત્યાર બાદ માળીયા મિયાણા તાલુકાનાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી ત્યાર પછી મોરબીમાં સસ્તી દારૂની બોટલોમાંથી મોંઘી દારૂની બોટલો બનાવવાનું કૌભાંડ પકડાયું હતું અને હાલમાં મોરબી જિલ્લા એલસીબી પીઆઇ એસ.પી.જાડેજા અને તેમની એલસીબી અને પેરોલ ફર્લો ટીમને હકીકત મળેલ હતી કે, મોટા દહીસરા ગામ પાસે આવેલ કૃષ્ણનગરમાં રહેતો મહેશ ઉર્ફે મુન્નાભાઈ કાંજિયા અને અજયસિંહ જાડેજા સાથે મળીને પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં કેમિકલમાંથી નકલી વિદેશી દારૂ બનાવે છે અને તેનું કાચની બોટલમાં પેકેજીંગ કરીને તેને વેચાણ કરવાની તૈયારી છે. જેથી ઇન્ચાર્જ એસપી સમીર સારડા અને માળિયા પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને મોટા દહીસરા ગામે મહેશભાઈ ઉર્ફે મુન્નો કાંજીયા અને અજયસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળા મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ-  2 ડ્રમમાંથી 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ અને 1 ડ્રમમાંથી કેમિકલ, પાણી કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ જેવું રસાયણ વિગેરે મિશ્ર કરેલ 200 લિટર પ્રવાહી અને પ્રવાહી ખેંચવાની ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકની નળીઓ તથા આલ્કોહોલની ક્ષમતા માપવાનું મિટર સહીતની વસ્તુઓ મળી આવી હતી તેમજ બોટલીંગ અને પેકેજીંગ કરવા માટે 1400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બાર કોડ અને ક્યુઆર કોડના સ્ટીકર, પાણીના 20 લીટરના જગ, બ્લેન્ડર સ્પાઈડ વ્હીસ્કીના સ્ટીકર અને પુઠ્ઠાઓ બોટલીંગ અને પેકેજીંગ કરવાના અન્ય સાધન સામગ્રી મળી આવી હતી તેમજ દારૂની મોટી બોટલોની 23 પેટી, કાર અને 6.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને આ આરોપીઓ દ્વારા નકલી વિદેશી દારૂનું વેચાણ બજારમાં કરવામાં આવે તે પહેલા જ પોલીસે લખો રૂપિયાના મુદામાલ સાથે આરોપીઓએ ઝડપી લીધેલ છે. અને નકલી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.




Latest News