મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો


SHARE





















મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો

મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ટીચર-પોડકાસ્ટ,  ગુરુદક્ષિણા,  ગુરુવોલ જેવા ઇનોવેટિવ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે ટીચર પોડકાસ્ટમાં 2 વિધાર્થીઓ દ્વારા શિક્ષકોને રસપ્રદ અને મજેદાર પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેમાં તમારા શોખ કયા?, તમે શિક્ષક બનવાનું કેમ નક્કી કર્યું?, તમારા જીવનના આદર્શ કોણ?, તમારા આદર્શ શિક્ષક કોણ હતા?, તમારા જીવનમાં આવેલા સૌથી તોફાની વિદ્યાર્થીની કોઈ યાદગાર ઘટના? વિગેરેનો સમાવેશ થાય છે. અને ગુરુદક્ષિણા પેટે “મારી ગુરુદક્ષિણા, મારું વચન” આ વર્ષે ગુરુને કોઈ મોંઘી ભેટ નહીં વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં સારા પરિવર્તન લાવવાના સંકલ્પો ગુરુદક્ષિણા તરીકે પેટીમાં મૂક્યા હતા જેમાં હું વ્યસન નહીં કરું, હું દરરોજ માતા-પિતાને પ્રણામ કરીશ, હું દરરોજ એક સંસ્કૃત શ્લોક પાઠ કરીશ, હું દરરોજ પાંચ નવા English spellings પાકા કરીશ, હું જંક ફૂડ નહીં ખાઉં, હું નિયમિત અભ્યાસ કરીશ, હું પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીશ. વિગેરેનો સમાવેશ થાય છે. “GURU WALL”  શબ્દોમાં વ્યક્ત થયેલી કૃતજ્ઞતા શિક્ષકો પ્રત્યેના પ્રેમ, આદર અને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે એક અલગ પેટી રાખવામાં આવી “ગુરુ વોલ” જેમાં બાળકોએ પોતાના મનની વાત નાનકડી ચિઠ્ઠીઓમાં લખીને મૂકી હતી.










Latest News