મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત
મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો
SHARE
મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો
મોરબીના નીચી માંડલ ગામે અગાઉ 220 કેવીની જેટકોની લાઇનમાંથી વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યાર બાદ વધુ એક વખત નીચી માંડલ ગામે 220 કેવીની જેટકોની લાઇનમાંથી વીજ વાયર તૂટી પડ્યો છે જો કે, સદનસીબે આ બનાવ બનેલ ત્યારે વાયરની નીચેના ભાગમાં કોઈ હાજર ન હતું જેથી કરીને કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ જો જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે.
મોરબી જિલ્લામાં અગાઉ હળવદના સરંભડા ગામે થોડા સમય પહેલા 220 કેવીની જેટકો કંપનીની વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો ત્યારે ખેતરમાં ખેડૂતના મજૂરો કામ પણ કરી રહ્યા હતા જો કે, કોઈ જાનહાનિ થયેલ ન હતી પરંતુ ખેડૂતે તેના ખેતરમાં કરેલ મગફળીના વાવેતરમાં નુકશાન થયું હતું ત્યાર બાદ મોરબી તાલુકાનાં નીચી માંડલ ગામના નવલભાઈ નરભેરામભાઈ કુંડારિયાના ખેતરમાં પણ 220 કેવીની જેટકો કંપનીની વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો ત્યાર બાદ તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપીને 220 કેવીની વીજ લાઇનનો વાયર અચાનક તૂટી પાડવા મામલે ખેતીના પાક અને ત્યાં ખેતી કામ માટે રાખવામા આવેલા વીજ ઉપકરણો બળી ગયેલ છે. તેના માટે મેન્ટેનન્સમાં બેદરકારી રાખનારા કંપનીના જવાબદાર પ્રોજેકટ હેડ, ઇજનેર તેમજ લાઇન નિર્માણ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રાખનારાઓની સામે લોકોના જાનમાલને જોખમમાં મૂકવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી જો કે, ગત તા. 7/9 ના રોજ બપોરના સમયે ખેડૂત તેના ખેતરમાં ટ્રેક્ટર લઈને કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ફરી પાછો 220 કેવીની વીજ લાઇનનો વાયર તૂટી પડ્યો હતો જેથી ખેડૂતોમાં હવે ભાઇનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્ષો જૂની જેટકોની 220 કેવીની વીજ લાઇન આગામી સમયમાં કોઈ નિર્દોષ ખેડૂત માટે જીવલેણ સાબિત થાય તે પહેલા તેનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવે તે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે.