લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પાંચ ચાર્ટર્ડ સભ્યો તથા વર્ષ ૨૦૨૫/૨૬ વર્ષ ના પ્રમુખ સેક્રેટરી તથા ખજાનચીનું લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સિનિયર લાયન સભ્યો અને પ્રમુખ હરખજીભાઈ સુવારિયાના હસ્તે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ ૧૮ લાયન સભ્યો કે જેઓએ ૨૦૨૫/૨૬ વર્ષના ગાળામાં દરેક સેવાકીય પ્રોજેક્ટમાં તન, મન અને ધનથી હાજરી આપી હોય તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ સંસ્થાના કાર્યક્રમમાં નિ:શુલ્ક ડાયાબિટીસ અને બીપી માપનની સેવા આપનારા પાંચ ડોક્ટરોનુ પણ શિલ્ડ આપીને સન્માન કર્યું હતું. તેમજ કાયમી સિવણ કેન્દ્રના સિલાઈમશીનના દાતા અને સામાજિક સેવાભાવી સંસ્થાના ચાર સેવકોનુ સન્માન કરવામાં આવ્યુ હતું. અને પ્રમુખ હરખજીભાઈ સુવારિયાના સૌજન્યથી આશરે ૧૦૦ જેટલા સિમેન્ટના બાકડા, ૬૦ જેટલા લોખંડના ટ્રી ગાર્ડ, બે સિલાઈ મશીન તેમજ ટ્રાયસિકલ, ક્ષયના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત કીટ, નવરાત્રી મહોત્સવમા ગરબે ઘુમતી આશરે ૧૦૦૦ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી




Latest News