મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.સામસામે મારામારીના બનાવમાં બાદમાં સામસામે ફરિયાદો નોંધાવા પામેલ છે.સાતમ-આઠમના સમયે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવામાં આવતો હોય ત્યાં જુગાર રમવાની ના પાડી હતી.જેથી કરીને તે બાબતનો રોષ રાખીને ત્રણ લોકો દ્વારા પાઇપ-ધોકા સહિતના હથિયારો ધારણ કરી ઘરની પાસે પડેલી કાર, હોટલ, બ્યુટી પાર્લર, એકટીવા અને રીક્ષા વિગેરેમાં ધોકા-પાઈપ ફટકારીને નુકસાન કરવામાં આવ્યું હતું અને હોટલના થળામાંથી રોકડા રૂા.છ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.તે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.જ્યારે સામા પક્ષેથી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને માર મારવામાં આવ્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસ દ્વારા બંને પક્ષેથી ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે રફાળેશ્વર ગામે રહેતા નીતાબેન પ્રકાશભાઈ કામેજડિયા નામના ૩૮ વર્ષીય મહિલાએ રફાળેશ્વર ગામે જ રહેતા સુલતાન ગિરધર વાઘેલા, અજય ચૌહાણ અને મુકેશ કરશન પરમાર નામના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું હતું કે, તેઓના પતિએ થોડા સમય પહેલા તેઓની જ્ઞાતિ-સમાજ વાડી પાસે સાતમના તહેવાર નિમિત્તે આરોપીઓ ત્યાં જુગાર રમતા હોય જુગાર રમવાની ના પાડી હતી.તે વાતનો રોષ રાખીને સામેવાળા ત્રણેયએ હાથમાં પાઇપ લઈ ફરિયાદીના ઘર પાસે આવીને ફરિયાદીના પતિની હોટલમાં તથા ત્યાં પડેલી કારમાં નુકસાની કરી હતી અને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો હતો.તેમજ ફરિયાદીના પોતાના બ્યુટી પાર્લરમાં અને ફરિયાદીના જમાઈના એકટીવામાં તોડફોડ કરી નુકશાની કરી હતી.તેમજ પાડોશીની રીક્ષા પડી હોય તેમાં તથા ફરિયાદીના જેઠના દીકરાની દુકાનના છાપરામાં પણ પાઈપના ઘા મારીને તોડફોડ નુકશાની કરી હતી.તેમજ ફરિયાદીના પતિના હોટલના થળામાંથી રૂપિયા ૬૦૦૦ ની લૂંટ ચલાવી હતી.તે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ, મારામારી સહિતની કલમો હેઠળ સુલતાન, અજય અને મુકેશ સામે ગુનો દાખલ કર્યો છે.જેની તપાસ પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.

જ્યારે સામા પક્ષેથી સુનિતાબેન ખીમજીભાઇ પરમાર (૨૮) હાલ રહે.જામનગર ગોકુલનગર રડાર ગેઇટ પાસે મૂળ રહે. રંગપર (બેલા) તા.જી.મોરબી એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નીતાબેન પ્રકાશ કોળી, પ્રકાશ કોળી, ધનીબેન કોળી અને હીનાબેન કોળી રહે.બધા રફાળેશ્વર તા.મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં સુનિતાબેન પરમારએ જણાવ્યું હતું કે, ફરિયાદીના નાનાભાઈ અજય ચૌહાણએ પ્રકાશભાઈ કોળીની હોટલે માથાકૂટ કરેલ હતી.તે બાબતનો રોષ રાખીને પ્રકાશભાઈના પત્ની નીતાબેન કોળી, હીનાબેન કોળી તથા ધનીબેન કોળી ફરિયાદીને ત્યાં આવ્યા હતા અને ગાળો આપી હતી અને પ્રકાશભાઈ દ્વારા ફરિયાદીને જાતિ પ્રત્યે હડધુત કરી અપમાનજનક શબ્દો કહી નીતાબેનને પકડવા કહ્યું હતું જેથી નીતાબેને ફરીયાદીને પકડી રાખતા પ્રકાશભાઈએ તેમના હાથમાં રહેલ ધોકો ફરિયાદી સુનિતાબેન પરમારના માથાના ભાગે માર્યો હતો.જેથી સુનિતાબેનને માથામાં ઇજા થઈ હતી.હાલ સુનિતાબેનની ઉપરોકત ફરિયાદ ઉપરથી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ નીતાબેન, પ્રકાશભાઈ, ધનીબેન અને હીનાબેન સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેની તપાસ એસટીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News