મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ


SHARE





















ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ

મોરબીમાં સસ્તા દારૂને મોંઘો બનાવીને વેંચાવના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની સસ્તી બોટલોમાંથી દારૂની ખાલી થઈ ગયેલ મોંઘી બોટલોમાં દારૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી પોલીસે દારૂની મોટી 8 જેની કિંમત 4560 રૂપિયા અને નાની 36 ખાલી બોટલ કબજે કરી હતી જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી બી ડિવિઝન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં રહેતા સાજીદભાઈ લધાણીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગ્રીન લેબલ વિસ્કીની 180 એમએલની પ્લાસ્ટિકની બોટલોમાં રહેલો દારૂ જૂની વપરાયેલ 100 પેપરસ બ્લેન્ડર સ્કોચ વિસ્કી ફોર ડિફેન્સ સર્વિસ ઓન્લી 750 લખેલી વપરાઈ ગયેલ કાચની ખાલી બોટલોમાં ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું અને આરોપી દ્વારા આર્થિક ફાયદા માટે નીચી ગુણવત્તા વાળો દારૂ ઉંચી ગુણવત્તા વાળી દારૂની ખાલી બોટલોમાં ભરીને વેચવા માટેની તૈયારી કરવામાં આવી હતી તેવામાં બી ડિવિઝન પોલીસે દ્વારા રેડ કરીને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવેલ છે. અને સ્થળ ઉપરથી દારૂ ભરેલી મોટી 8 બોટલ જેની કિંમત 4560 રૂપિયા તથા નાની 36 ખાલી બોટલ કબજે કરવામાં આવેલ છે જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાજીદભાઈ કાદરભાઈ લઘાણી રહે. વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News