મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સહકાર પેનલના ખંગરા ખેરવીને 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરીવર્તન પેનલનો વિજય મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સહકાર પેનલના ખંગરા ખેરવીને 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરીવર્તન પેનલનો વિજય


SHARE





મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સહકાર પેનલના ખંગરા ખેરવીને 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરીવર્તન પેનલનો વિજય

મોરબી માર્કેટ યાર્ડની કુલ 14 બેઠકો માટે થઈને ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલનો ઐતિહાસિક વિજય થયો છે. અને કુલ 14 બેઠકો પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરિવર્તન પેનલ અને માત્ર 5 બેઠક ઉપર સહકાર પેનલના ઉમેદવારોનો વિજય થયો છે આમ ત્રણ દાયક કરતાં વધુ સમય પછી સહકાર પેનલ પાસેથી મોરબી માર્કેટયાર્ડને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલે કબ્જે કર્યું છે.

મોરબી માર્કેટયાર્ડમાં મોરબી, ટંકારા અને માળિયા તાલુકા વિસ્તારના ખેડૂતો પોતાની જણસને વેચવા માટે થઈને આવતા હોય છે અને આ માર્કેટયાર્ડની 14 બેઠકો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેનું ગઈકાલે મતદાન યોજાયું હતું ત્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 100 ટકા અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 96.21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું જો કે, ગુરુવારે સવારે 9:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ સાંજે 5:00 વાગ્યે મત ગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે જેમાં વેપારી પેનલની ચાર બેઠકો પૈકી બે બેઠક ઉપર સહકાર પેનલના ઉમેદવાર રાજેશભાઈ બરાસરા તથા સુરેશભાઈ કાવર તથા બે બેઠક ઉપર ખેડૂત પરિવર્તન પેનલના બાવરવા ઘનશ્યામભાઈ અને ભાડજા બાબુભાઈનો વિજય થયો હતો જોકે, ખેડૂતો વિભાગની કુલ 10 બેઠકો માટે 19 ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને આ 19 ઉમેદવારોમાંથી જે 10 ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવી હશે તેમાં સાત ઉમેદવાર ખેડૂત પરિવર્તન પેનલના છે જેમાં નયનભાઈ અઘારા, કડીવાર નથુભાઈ,જરીયા મનસુખભાઈ, જાડેજા ધર્મરાજસિંહ, ડાંગર વિનોદભાઈ, પાંચોટિયા રાજેશભાઈ અને સતિષભાઈ મેરજાનો સમાવેશ થાય છે જ્યારે સહકાર પેનલમાં ઝાલા મહેન્દ્રસિંહ, ડાકા પ્રવીણભાઈ અને દેત્રોજા અમરશીભાઈનો સમાવેશ થાય છે ઉલેખનીય છે કે, છેલ્લા ત્રણ દાયકાથી સહકાર પેનલના આગેવાન મગનભાઈ વડાવિયાનો મોરબી માર્કેટિંગ યાર્ડમાં દબદબો હતો પરંતુ આ વખતે મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે વળતર મેળવવા માટે જે ખેડૂતો આંદોલન ચાલી રહ્યું છે તેની અસરના ભાગરૂપે ખેડૂતોએ પોતાની નારાજગી મતરૂપે મત પેટીમાં ઠાલવી છે અને મોરબી માર્કેટ યાર્ડમાંથી સહકાર પેનલનો સફાયો થઇ ગયો છે ત્યારે ટંકારાના કોંગ્રેસનાં માજી ધારાસભ્ય લલીતભાઈ કગરાખેડૂત પરિવર્તન પેનલને વિજય બનાવવા બદલ તમામ ખેડૂતોનો આભારવ્યક્ત કર્યો હતો.




Latest News