મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE





મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો

 

મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના લાલપર ગામે કેનાલ પાસે અકસ્માત થતા ઈજા પામેલ યુવાનને રાજકોટ ખસેડાયો છે.  મકનસર ગામનો પ્રતિક લક્ષ્મણભાઈ ખાંભલા નામનો 35 વર્ષનો યુવાન લાલપર ગામે નર્મદા કેનાલ પાસેથી બાઈક લઈને જતો હતો. ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અહીંની સીવીલેથી વધુ સારવાર અર્થે તેને રાજકોટ ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના અરજણભાઈ ગટીયા તપાસ ચલાવી રહ્યા છે.જયારે હળવદના રાતાભેર ગામે રહેતા વાઘજીભાઈ વાલજીભાઈ કુનપરા (43)ને ગામમાં મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. તેમજ કચ્છ ભચાઉના લાખાસરી ગામે થયેલી મારામારીમાં ઈજા પામેલા કરશન અમરશી ઉપાસરીયા (40) રહે.ઘાંટીલા અને સુરેશ નટુભાઈ સાલાણી (40) રહે.ઈન્દીરાનગર મહેન્દ્રનગરને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાઈક સ્લીપ
 ઢુવા પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયેલા ભરત ધમાભાઈ વાઘેલા (34) રહે. શોભેશ્ર્વર રોડ કુબેર ટોકીઝ પાછળને અને જેતપર ગામ પાસેની અણીયારી ચોકડીએ બાઈક સ્લીપ થતા ઈજા પામેલા નસીર સાઉદીન કાજેડીયા (21) રહે. કાજરડા તા.માળીયાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે માળીયા (મીં)ના ખાખરેચી ગામે રહેતા સવજીભાઈ નાનજીભાઈ પરમાર (70)એ ઘરે ગળેફાંસો ખાવા પ્રયાસ કરતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
 હળવદના કડીયાણા ગામે રહેતા હરેશ લવજીભાઈ કોળી (32)એ કોઈ કારણોસર દવા પી લેતા સારવારમાં અહીંની મંલમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. તેમજ ધ્રોલના વાગુદળ ગામે રહેતા નિમુબેન લખમણભાઈ સંગાળીયા બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે ટંકારાના સરાયા ગામે અન્ય બાઈક સાથે તેમનું વાહન અથડાતા નિમુબેનને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 ટંકારાના ધ્રુવનગર પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રવિણભાઈ લીંબાભાઈ સોલંકી (38) રહે. માધાપર જી. રાજકોટને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીના જાંબુડીયા ગામે રહેતા બળદેવભાઈ જયંતિલાલ ઉધરેજા (50) નામના આધેડને તેમના ઘરે તેમના બે સાળાઓ દ્વારા લાકડી-ઢીકાપાટુ વડે માર મારતા સારવારમાં ખસેડાયા હતા.તેમજ વાંકાનેર હાઈવે લાલપર ગામે બાપા સિતારામ મઢુલી પાસે વાહન અકસ્માતમાં ઈજા પામેલા ભરતભાઈ બચુભાઈ સોઢીયા (40) રહે. વાવડી મોરબીને 108 વડે સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
 અહીંના બંધુનગર પાસે આવેલા કવરપેક સિરામીક યુનીટમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા રીનુબેન રામનારાયણભાઈ સૂર્યવંશી (30)ને સિવિલે સારવારમાં લવાયા હતા. વાંકાનેરના પંચાસીયા ગામે ઘરે મારામારીના બનાવમાં ઈજા પામેલ માનસીબેન તળશીભાઈ કોઢીયા (52)ને અને વાંકાનેરના વનેગઢ ગામે ખેતરે સાપ કરડી ગયેલ હોય રતનબેન ભોજાભાઈ ખમાણી (35)ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ માળીયા (મીં)ના મેઘપર ગામે વાડીએ રહી મજુરીકામ કરતા મનોજ પ્રતાપભાઈ દાવર (35)ને વાડીએ ઝેરી જનાવર કરડી જતા અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો




Latest News