મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન


SHARE





















દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન

મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ મહિલા સમન્વય અને મોરબી જિલ્લા દ્વારા ‘હમ હૈ ભારત વિધાતા–દીકરી એ જ દેશનું ભવિષ્ય’ વિષય પર છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓમાં સંસ્કાર, રાષ્ટ્રભાવના, આધુનિક વિચારસરણી તેમજ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો છે. સંમેલનમાં રાષ્ટ્રનિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સંમેલનમાં વિવિધ સત્રો યોજાશે, જેમાં ‘સોશિયલ મીડિયા અને હું એક ઉત્તમ છાત્રા’ તથા ‘ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા’ જેવા વિષયો પર નિષ્ણાત વક્તાઓ માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી, સમાપન સત્ર અને અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ સંમેલન તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:00થી 11:30 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી ખાતે યોજાશે.  જેમાં શાળા અને કોલેજની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાશે.










Latest News