દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
SHARE
મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યા છે અને દર વર્ષે પ્રદેશ અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આવતીકાલે રવિવારે મોરબી જિલ્લાના વવાણિયા ગામે આવેલ માતૃશ્રી રામભાઈ માતાજીના મંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે
અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 13 ને રવિવારના રોજ સવારે 9:00 થી બપોરના 2:00 વાગ્યા સુધી માળિયા મીયાણા તાલુકાના વવાણિયા ગામે આવેલ માતૃશ્રી રામભાઈ મંદિર ખાતે આ કાર્યકર્તા શિબિર યોજવાની છે જેમાં ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, મહેન્દ્રસિંહ પરમાર, નટુભાઈ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહાવીરસિંહ ઝાલા, જયવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, પથુભા જાડેજા, કિશોરસિંહ જેઠવા, કનકસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, દિપકસિંહ ઝાલા, હનુમાનજી જાડેજા, નીરુભા ઝાલા, વિસુભા ઝાલા, ગુમાનસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ વાઘેલા, જયદેવસિંહ ગોહિલ, દિલીપસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, રૂપેન્દ્રસિંહ ઝાલા, રામદેવજી ઝાલા, ભરતસિંહ ઝાલા અને પરમવીરસિંહ પરમાર તેમજ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, હીનાબા ગોહિલ, જયશ્રીબા જાડેજા અને નીતાબા ગોહિલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, કાર્યકારી પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી રાજવીરસિંહ સરવૈયા અને દીપકસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે