મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા


SHARE





મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા

મોરબીના મહેન્દ્રપરામાં વાડામાં, કબીર ટેકરીમાં મંદિર પાસે, માળીયાના જુના દેવગઢ ગામે અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 3 મહિલા સહિત કુલ 24 લોકોને જુગાર રમતા પકડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબીના મહેન્દ્રપરા શેરી નં. 10-11 ની વચ્ચે વાડામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પરેશભાઈ મનહરલાલ પાટડીયા (47) રહે. મહેન્દ્રપરા મોરબી, વિપુલભાઈ ખેંગારભાઇ ખીંટ (30) રહે. ભગવતી પરા મોરબી, રમેશભાઈ દેવાભાઈ લામકા (55) રહે. ભગવતી પરા મોરબી, નીતિનભાઈ નાગજીભાઈ બજાણીયા (47) રહે. જનકનગર મોરબી, ભાલુભાઈ રતાભાઇ ખીટ (45) રહે. મહેન્દ્રપરા મોરબી, કાનજીભાઈ રામજીભાઈ પરમાર (50) રહે. ગોકુલનગર મોરબી, રવિભાઈ દેવાભાઈ રાઠોડ (30) રહે. ભગવતી પરા મોરબી અને આર્યનભાઈ ભાલુભાઈ ખીટ (20) રહે. મહેન્દ્રપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 47,990 રૂપિયા રોકડા તથા 58,500ની કિંમતના સાત મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,06,490 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો છે

મોરબીમાં કબીર ટેકરી રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વિશાલભાઈ ધીરજભાઈ અગેચાણીયા (22), શીવાભાઈ વીરજીભાઈ ડોડીયા (25), જયેશભાઈ શામજીભાઈ અગેચાણીયા (21), યોગેશભાઈ મગનભાઈ વાઘાણી (30), અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી (40), ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા (45) અને સુનીતાબેન નીતિનભાઈ અગેચણીયા (35) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકાના જુના દેવગઢ ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મેઘાભાઈ લાભુભાઈ પીપળીયા (20) રહે. બગસરા, ગણેશભાઈ વજાભાઈ સુરાણી (35) રહે. બુટાવાડા, મુન્નાભાઈ ગગજીભાઈ રાઠોડ (24) રહે. જીંજુડા, અશોકભાઈ રૂપાભાઈ ધોળકિયા (30) રહે. જુના દેવગઢ અને રોહિતભાઈ ગોગાભાઈ પીપળીયા (19) રહે. બગસરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,700 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકામાં ગુનો નોંધાયો છે. તો વાંકાનેરના કોટડાનાયાણી ગામે દેવીપુજકવાસમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સલીમભાઈ આમદભાઈ ઠેબા (62), સત્તાભાઈ કડવાભાઈ વરુ (48), મનસુખભાઈ જકશીભાઈ સોલંકી (45) અને પોપટભાઈ બોદુભાઇ કાતીયાર (60) રહે. બધા કોટડાનાયણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6480 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકામાં ગુનો નોંધાયો છે




Latest News