મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે


SHARE





મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે

સર્વ એ જ ધર્મ ના સૂત્રને સાર્થક કરનાર પાટીદાર વુમનસ પાવર ગ્રુપ દ્વારા મલ્ટીસ્પેશિયલિટી નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મોરબીના નિષ્ણાંત ડોકટરો સારવાર આપશે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ  અને શાશ્વત હોસ્પિટલના સહયોગથી મલ્ટી સ્પેશિયલિટી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ તા.૨૦ ને રવિવારના રોજ, સવારે ૯ થી ૧૨ , શાશ્વત હોસ્પિટલ, પાંચમો માળ, એપલ હોસ્પિટલ, શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. કેમ્પમાં બાળ રોગ, જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ, હાડકાના રોગો સહિતની બીમારી સબબ કેમ્પનો લાભ લઈ શકશે. તેમજ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ફ્રી માં દવા પણ આપવામાં આવશે.પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે. આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત ડોકટર ડો.અક્ષય કામલે, ડો. ભૌમિક સરડવા, ડો.પાયલ ફળદુ, ડો.યશરાજસિંહ ઝાલા, ડો. ઋષિ વાંસદડિયા, ડો.યશ કડીવાર અને ડો.નિધિ ભાડજા સહિતના ડોક્ટરો સેવા આપશે.મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે
મોરબી શનાડા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિરપાસે તા.૧૩ ને રવિવારે સવારે ૮ થી ૧ ખેડુતહાટ યોજાનાર છે.જેમાં સાબુ, શેમ્પૂ, કોફી, સ્ક્રબ, અગરબત્તી, ધુપ ગુગળ કપુર, હવન સામગ્રી, ઘી, શુધ્ધ મધ, ઔષધ પાવડર, ચુર્ણ, દંતમંજન, છાસ મસાલા, પાપડ, ખાખરા આયુર્વેદ દવાઓ, કાળા સફેદ તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલ લાકડાની ઘાણીથી પીલેલ એક વર્ષની ગેરેન્ટી, હાથે બનાવેલ તાવડી પાટીયા, કુંડા, ફાઈબર નાં કુંડા તેમજ દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, લાકડાના બ્રશ મળશે.તેમ પ્રમુખ વી ડી બાલા અને મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.




Latest News