મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન


SHARE





દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન

મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ મહિલા સમન્વય અને મોરબી જિલ્લા દ્વારા હમ હૈ ભારત વિધાતાદીકરી એ જ દેશનું ભવિષ્યવિષય પર છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓમાં સંસ્કાર, રાષ્ટ્રભાવના, આધુનિક વિચારસરણી તેમજ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો છે. સંમેલનમાં રાષ્ટ્રનિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સંમેલનમાં વિવિધ સત્રો યોજાશે, જેમાં સોશિયલ મીડિયા અને હું એક ઉત્તમ છાત્રાતથા ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકાજેવા વિષયો પર નિષ્ણાત વક્તાઓ માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી, સમાપન સત્ર અને અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ સંમેલન તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:00થી 11:30 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી ખાતે યોજાશે.  જેમાં શાળા અને કોલેજની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાશે.




Latest News