મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો


SHARE





















મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો

મોરબીના વીસીપરામાં આવેલ લાયન્સનગરમાં યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં મદીના સોસાયટી નજીકથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે પૂછપરછ કરતાં લાયન્સનગર વિસ્તારમાંથી ચોરી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરાઉ બાઇક સાથે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં રહેતા કમલેશભાઈ પ્રેમજીભાઈ ખેર (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 બીએલ 3710 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ તકલીફ શરૂ કરી હતી દરમિયાન બી ડિવિઝન પોલીસની ટીમ મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસેથી બાઈકના કાગળો માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં આ શખ્સ પાસે રહેલું બાઇક લાયન્સનગરમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપી સદામ અનવરભાઈ બુખારી રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે










Latest News