બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના
SHARE
બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના
દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબા ધામમાં શીશ ઝૂકાવવા માટે આવે છે ત્યારે મોરબીથી છેલ્લા 28 વર્ષથી શ્રદ્ધાળુઓ શ્રી અંબિકા પદયાત્રા સંઘ સાથે નીકળે છે અને ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોચીને માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે.
મૂળ મોરબી તાલુકાનાં કુંતાસી ગામના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા છેલ્લા એક કે બે નહીં પરંતુ 27 વર્ષથી મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે 28 મી વખત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વહેલી સવારે 5 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુરેશભાઈ નાગપરાના ઘરેથી બોલ માડી અંબે જય જગદંબે ના નાદ સાથે પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો અને મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા, માલવણ, બેચરાજી થઈને આ સંઘ 9 થી 10 દિવસે અંબાજી ખાતે અંબે માતાજીના ધામમાં પહોચે છે ઉલેખનીય છે કે, છેલ્લા 27 વર્ષથી યોજાતી આ પદયાત્રામાં 150 થી 175 જેટલા માઈ ભક્તો જોડાય છે અને માતાજીની કૃપા અને આશીર્વાદથી કયારે પણ કોઈ અનઇચ્છનીય બનાવ બનેલ નથી આ સંઘ આજે સવારે મોરબીથી નીકળ્યો હતો ત્યારે વાજતે ગાજતે જય અંબેના નાદ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આ વર્ષે 175 જેટલા લોકો સંઘમાં જોડાયેલ છે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ પદયાત્રા સંઘમાં સાથે જ રાખવામા આવેલ છે અને આગામી ભાદરવી પુનમના દિવસે આ સંઘ અંબાજી ખાતે પહોચશે. વધુમાં સંઘની સાથે માતાજીનાં દર્શન કરવા માટે જતાં ભક્તોએ કહ્યું હતું કે, મોરબીથી અંબાજી 355 કિલો મીટર થાય છે પરંતુ આ અંતર કેવી રીતે કપાઈ જાય છે તેની કોઈ પદયાત્રીને ખબર પણ પડતી નથી. આ સંઘમાં સેવાગણ તરીકે હર્ષદભાઈ મેરજા, સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા વિગેરે સારી દેવા આપે છે તેમજ રથના સારથી મેહુલભાઇ નારણીયા અને કાંતિભાઇ બાપોદરિયા હોય છે તેમજ રસોડા વિભાગમાં હિતેશભાઈ નાગપરા, જયદીપભાઇ હડિયલ, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવારના સભ્યો સેવા આપે છે.