મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી લખધીપુર રોડે કારખાનામાં રમતા રમતા દાઝી ગયેલા બાળકને રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE













મોરબી લધીપુર રોડે કારખાનામાં રમતા રમતા દાઝી ગયેલા બાળકને રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી લધીપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રમતા રમતા દાઝી ગયેલા બાળકને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ફીઓના સિરામિક નામના કારખાનાની અંદર મજૂરીકામ કરતા વિનોદભાઈ મૈયડનો ચાર વર્ષનો દીકરો દુર્ગેશ રમતા રમતા દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ નેકક્સ સિનેમા પાસે હોન્ડામાં બેસીને જઈ રહેલા રામજીભાઈ આપાભાઈ ગોહીલ (ઉંમર ૬૦) રહે. ટિંબડી વાળા બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતો જય વીરેનભાઈ ઠાકર (ઉંમર ૨૨) નામનો યુવાન મોરબીના મયુર પુલ નીચે નદીના પટમાં બનાવવામાં આવેલ બેઠા પુલ ઉપરથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતમાં તેને ઇજા થઇ હતી જેથી કરીને જય ઠાકરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ રામકુવા પાસેથી પસાર થઈ રહેલા બહાદુરભાઇ ડામોર (ઉંમર ૨૪) રહે. વિશાલ ફર્નિચર પાછળ નેશનલ હાઇવે મોરબી વાળાને અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News