વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું મોરબીના આમરણ અને જૂના ઘાટીલા ગામે જુગારની 2 રેડમાં 10 શખ્સો ઝડપાયા, 2 ફરાર મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના બુટવડા ગામેથી ગોરખપુર મોકલાવેલ 6 લાખના દાડમ બારોબાર સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટ અને ડ્રાઇવર સામે ગુનો નોંધાયો મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી એક-એક બાઈકની ચોરી હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE





મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ મધુરમ ક્લિનિક સામેથી પસાર થયેલા શખ્સને રોકીને એસોઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી 5,000 રૂપિયાની કિંમતનો હથિયાર પોલીસે કબજે કર્યું હતું અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે મધુરમ ક્લિનિકની સામેથી પસાર થયેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવતા પોલીસે 5,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઇ રાઠોડ રહે. હાલ નીરૂબેનનગર પીપળીયા ચાર રસ્તા મોરબી મૂળ રહે મોટાભેલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.




Latest News