મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો

મોરબીના સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં છેલ્લા મહિનાઓમાં તોતિંગ વધારો થયેલ છે આટલું જ નહીં તૈયાર માલ મોકલાવવા માટે ઉદ્યોગકારોને કન્ટેનરની જરૂર પડે છે અને તે કન્ટેનરના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે જે વધારો આપવા છતાં પણ માલ ભરવા માટે કન્ટેનર મળતા નથી જેથી એક્સપોર્ટના માર્કેટને બહુ મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે અને લોકલ માર્કેટની અંદર પણ લગભગ 20 થી 25 ટકા જેટલી માંગ ઘટી ગયેલ છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

ઈરાન અને ઇઝરાઈલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે પહેલા મોરબીનો સિરામિક ઉદ્યોગ સારી રીતે ધમધમતો હતો પરંતુ આ યુદ્ધ થવાના કારણે મોરબીના સીરામીક ઉદ્યોગમાં ગેસની કટોકટી ઉભી થઈ હતી અને ગેસ ન મળવાના કારણે લગભગ બે મહિના સુધી સિરામિક કારખાનાઓને બંધ કરવા પડ્યા હતા અને ત્યારબાદ ગેસ મળવાનો શરૂ તો થયું છે પરંતુ ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો ભાવ ગેસનો આજની તારીખે થઈ ગયો છે જેથી ઉદ્યોગકારોએ માર્કેટમાં કઈ રીતે ટકવું તે પ્રશ્ન છે.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા એટલે કે ગત ફેબ્રુઆરી મહિનામાં નેચરલ ગેસ 42 રૂપિયા અને પ્રોપેન ગેસ 56 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી મળતો હતો જો કે, જે નેચરલ ગેસ 90 રૂપિયા અને પ્રોપેન ગેસ 98 રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવથી મળે છે. આમ યુદ્ધના લીધે ગેસનો ભાવ બમણા જેટલો થઈ ગયો છે. આ મોંઘાભાવનો ગેસ વાપરીને ઉદ્યોગને કેવી રીતે ટકાવવો તે સવાલ ઉદ્યોગકારો સામે ઊભો થયો છે

મોરબીના સીરામીક ઉદ્યોગમાંથી કરોડો રૂપિયાનું એક્સપોર્ટ દુનિયાના જુદા જુદા દેશની અંદર કરવામાં આવે છે જો કે, જોકે ગત વર્ષે પહેલા કવાર્ટરમાં 616 યુએસ બિલિયનનું એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું તે ચાલુ વર્ષે માત્ર 186 યુએસ બિલિયનનું એક્સપોર્ટ થયું છે એટલે કે લગભગ 65 થી 70 ટકા જેટલું એક્સપોર્ટ ઘટી ગયું છે આટલું જ નહીં પરંતુ લોકલ માર્કેટમાં સિરામિકની ડિમાન્ડમાં 20 થી 25 ટકાનો ઘટાડો આવ્યો છે. જેથી સીરામિક કારખાનામાં ગોડાઉન તૈયાર માલથી હવે છલકાવા લાગ્યા છે

ઈરાન અને યુદ્ધની પરિસ્થિતિના કારણે કન્ટેનરના ભાડામાં છેલ્લા મહિનાઓની અંદર વધારો થયો છે અને વધુ ભાડું આપવા  છતાં પણ સમયસર કન્ટેનર મળતા નથી જેથી એક્સપોર્ટ કવોલિટીનો માલ બનાવતા ઉદ્યોગકારો તૈયાર મળને એક્સપોર્ટ કરી શકતા નથી અને તૈયાર મળને પોતાના ગ્રાહકો સુધી પહોંચાડી શકતા નથી. જેથી ઇન્ટરનેશનલ માર્કેટ ઘણા ઉદ્યોગકારોને ગુમાવવું પડે તેવી શ્ક્યતા છે હાલમાં લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માંગ સતત ઘટી રહી છે આવા સમયે ઊંચા ભાવનો ગેસ મેળવીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવું અને ગોડાઉન છલકાવવા તે ઉદ્યોગકારોને પરવડે તેમ નથી જેથી ઘણા ઉદ્યગોકારોએ પોતાના કારખાના પ્રોડકશન વધી જવાથી બધ કરી દીધેલ છે. અને આગામી સમયમાં તેનો આંકડો વધે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી




Latest News