મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું


SHARE







મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું

 

મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારાના લજાઇ ગામે આવેલા ઉમા સંસ્કાર ધામ ખાતે સાઢુંને ત્યાં રંદાલ પ્રસંગમાં આવેલ અને મુળ જામનગર જોડીયાના જશાપર ગામના રહેવાસી ભાવેશભાઇ રામજીભાઇ પનારા નામના 45 વર્ષના યુવાનને છેલ્લા એક અઠવાડિયાથી છાતીમાં દુ:ખાવો રહેતો હતો અને તા.20ના અચાનક દુ:ખાવો વધી ગયા બાદ બેભાન થઇ ઢળી પડ્યા હતા. જેથી અત્રેની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. એ ડીવીઝન પોલીસ મથકના ડી.આર.ઝાલાએ નોંધ કરી તપાસ કરી હતી.

રીક્ષા પલ્ટી ગઇ
ઘુંટુ ગામે દાળમાં દાદાના મંદિર પાસે આવેલ ઇન્દિરા આવાસના કવાટરમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પ્રવિણભાઇ મેરૂભાઇ અદગામા રીક્ષા લઇને ઘરેથી બહાર નીકળ્યા ત્યારે કેનાલ પાસે રીક્ષા પલ્ટી જતાં ઇજા પામ્યો હોય અત્રેની શિવમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા તેમજ રંગપર ગામ પાસે આવેલા એન્ટીલા સિરામીકના લેબર કવાર્ટરમાં રહી મજુરીકામ કરતા કોમલભાઇ રામપાલ નામના 23 વર્ષના યુવાનને ત્રણ લોકોએ ઝગડો કરી ટાઇલ્સ માથામાં મારતા ઇજા પામેલ હોય અહીંની સિવિલે ખસેડાયો હતો. 

વાહન અકસ્માત
મોરબી-નવલખી હાઇવે ખાખરાળા-બરવાળા રોડ ખાતે પીપળીયા ચોકડીની પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર આશિફ સલીમ જજરડા અને હશન અલીભાઇ મોમીન (30, રહે. બંને જીંજુડા)ને ઇજાઓ થતાં અત્રેની સીવીલે લાવવામાં આવ્યા તેમજ મુળ અમદાવાદના નરોડાની વતની અને હાલ મોરબી માધાપરમાં રહેતી હિનાબેન અજયભાઇ પરમારને ઘરે પતિએ માર મારતા સારવાર અર્થે સીવીલે લાવવામાં આવ્યા હતા.

હળવદ મારામારી
હળવદના જીઆઇડીસી પાસેના હનુમાન મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં જ રહેતા નિક્ષમ કરીમ જંગીયા અને સુરેશ વિનોદભાઇ પરમાર તેમજ સામેના પક્ષે હારુન કાસમ જંગીયાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

દવા પીધી
વાંકાનેરના દેરાળા ગામ ખાતે ઝેરી દવા પી ગયેલ હોવાથી વર્ષાબેન ભરતભાઇ સાબરીયા (રહે. ચોરાવીરા, તા, સાયલા)ને અત્રેની મંગલમ હોસ્પીટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હળવદ રોડ ઉપર આવેલા નીચા માંડલ નોકેન વિટ્રફાઇડ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા મયંક રમેશભાઇ પટેલ (30, રહે. મિલન પાર્ક, મહેન્દ્રનગર)ને ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેમજ મકનસર ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલા પરસોતમ વાલજીભાઇ પરમારને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો




Latest News