મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીવનના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડિલની પ્લેટીનમ જ્યુબેલી તથા લગ્નજીવનના 50 વર્ષ સફળતા પૂર્વક સંપન્ન કરનારા વડિલ દંપતિઓનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત અને મોરબીની સાથે નરેન્દ્ર મોદીના વિશેસંસ્મરણોને મોરબી પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ યાદ કર્યા હતા.

કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત અશ્વિનભાઈ રાવલ, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી, ડો. આશિષભાઈ ત્રિવેદી, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો. વિરલભાઈ લહેરુ, શાસ્ત્રી નિખિલભાઈ જોશી, ગીરીશભાઈ જોશી, જયશ્રીબેન જોષી, ચેતનાબેન જોષી, કિરણબેન ઠાકર સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ સિનિયર સીટીઝન કાઉન્સિલના ડો. ભાવેશ જેતપરીયા, પ્રભુભાઈ પટેલ, ચુનિભાઈ રાજપરા, શિક્ષણવિદ રાંકજાભાઇ સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી હતી. ખાસ કરીને આ કાર્યક્રમમાં 141 જેટલા વડિલોને મોમેન્ટો, શાલ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ડો. બી.કે.લહેરુ, નરેન્દ્રભાઈ મહેતા, પ્રફુલભાઈ લહેરુ, ભાવેશભાઈ ત્રિવેદી, નિશિત લહેરુ, હસમુખભાઇ ત્રિવેદી, કેતનભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News