મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો


SHARE





















મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જીવનના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડિલની પ્લેટીનમ જ્યુબેલી તથા લગ્નજીવનના 50 વર્ષ સફળતા પૂર્વક સંપન્ન કરનારા વડિલ દંપતિઓનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત અને મોરબીની સાથે નરેન્દ્ર મોદીના વિશેષ સંસ્મરણોને મોરબી પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ યાદ કર્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત અશ્વિનભાઈ રાવલ, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી, ડો. આશિષભાઈ ત્રિવેદી, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો. વિરલભાઈ લહેરુ, શાસ્ત્રી નિખિલભાઈ જોશી, ગીરીશભાઈ જોશી, જયશ્રીબેન જોષી, ચેતનાબેન જોષી, કિરણબેન ઠાકર સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ સિનિયર સીટીઝન કાઉન્સિલના ડો. ભાવેશ જેતપરીયા, પ્રભુભાઈ પટેલ, ચુનિભાઈ રાજપરા, શિક્ષણવિદ રાંકજાભાઇ સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી હતી. ખાસ કરીને આ કાર્યક્રમમાં 141 જેટલા વડિલોને મોમેન્ટો, શાલ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ડો. બી.કે.લહેરુ, નરેન્દ્રભાઈ મહેતા, પ્રફુલભાઈ લહેરુ, ભાવેશભાઈ ત્રિવેદી, નિશિત લહેરુ, હસમુખભાઇ ત્રિવેદી, કેતનભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.










Latest News