મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો
નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા
SHARE
નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સેવા કાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાઇ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વાંકાનેર શહેરના બે વિસ્તારમાં નમો સેવા ગાથા અનકહી કહાની અંતર્ગત નાટકના કાર્યક્રમો યોજાયા હતા.
સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ મોરબી મહાનગરપાલિકાના વોર્ડમાં ૨૧ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન વિવિધ જગ્યાઓ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નાટકોના ભાગરૂપે તારીખ ૨૧ સપ્ટેમ્બર ના રોજ વાંકાનેરમાં શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા, નવાપર ખાતે તેમજ માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ, ટાઉનહોલ, વાંકાનેર ખાતે નાટકના કાર્યક્રમો યોજાયા હતા. સેવા સમર્પણ અને જનકલ્યાણના સંદેશને લોકો સુધી સરળ અને અસરકારક રીતે પહોંચાડવા માટે માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આશરે ૪ હજાર નગરજનો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને નાટક નિહાળ્યું હતું. વાંકાનેર શહેરમાં યોજાયેલા બંને કાર્યક્રમમાં નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.