મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





















હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર

હળવદના ચરાડવા ગામે ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી 10.64 લાખની કિંમતના જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જે ચોરીના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી જીરૂ સહિત કુલ મળીને 12.77 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામે ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાં ઘનશ્યામસિંહ દેવુભા પઢિયારએ તેઓનું 102 બાચકામાં 280 મણ જીરૂ ભરીને મૂક્યું હતું જે 10.64 લાખની કિંમતના જીરૂના જથ્થાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જેથી ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી જે ગુનામાં એલ.સી.બી.ની ટીમે મોરબી નજીક આવેલ આઈ.ટી.આઈ. સામે દેવીપૂજકના ઝૂંપડા નજીક ચેક કર્યું હતું ત્યારે ચોરાઉ જીરૂના જથ્થા સાથે ચાર શખ્સો ત્યાંથી મળી આવ્યા હતા જેથી પોલીસે જીરૂ અને બોલેરો ગાડી સહિત રૂ. 12,77,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસકીયાની ધરપકડ કરી હતી અને બાદમાં આરોપી તેમજ મુદામાલ હળવદ પોલીસને સોંપી દેવામાં આવેલ હતો જેથી પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે 4 આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જો કે, કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે અને ચોરીમાં ગયેલ જીરૂના બાચકા પૈકી જે જીરૂનો માલ મળ્યો નથી તેને કબ્જે કરવા માટેની તજવીજ હાથ ધરી છે










Latest News