મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવનું મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારે યજ્ઞ, ધ્ધજારોપણ, મહાપ્રસાદ, ફી નિદાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં આર્યુવેદિક ડો. એન.જે.કોરડીયા સેવા આપી હતી તેમજ આંખની તપાસ તેમજ નેત્ર બિંદુ ટીપા, હરસનો મલમ, દુખાવાની ટ્યુબ વિના મૂલ્ય આપવામાં આવ્યા હતા અને રાત્રે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સત્સંગ ભજન સંતવાણી પાટનો કાર્યક્રમ યોજાયો હતો અને જલઝીલણી અગિયારસ નિમિત્તે વિદ્યુતનગરના ભક્તો ઠાકર સ્નાન કરાવા માટે આવ્યા હતા ત્યારે રાસની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો તેમજ ભાઈઓ અને બહેનોએ જેહમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે