મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો


SHARE







વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં એક જ સમયે લગભગ એક કરોડ લોકો દ્વારા ‘વંદે માતરમ’ના સમૂહગાન દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જવાના અભિયાનમાં ઘૂંટુ ગામ પણ ઉત્સાહભેર સહભાગી બન્યું હતું.

આ અંતર્ગત વિદ્યા ભારતી દ્વારા આયોજિત શિશુવાટિકા, ઘૂંટુ દ્વારા ઘૂંટુ પ્લોટ પ્રાથમિક શાળા, નવોદય વિદ્યાલય તથા નવસર્જન વિદ્યાલયના સહયોગથી સી. એન. પટેલ વિદ્યાલય, ઘૂંટુ ખાતે આ ઐતિહાસિક ક્ષણોના ભાગીદાર બનવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બરાબર સવારે 11:00 કલાકે ઉપસ્થિત સૌએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. એકસાથે ગુંજેલા ‘વંદે માતરમ’ના સ્વરોથી સમગ્ર પરિસર રાષ્ટ્રભાવનાથી તરબતર બની ગયું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા મિલનભાઈ પૈડાએ ‘વંદે માતરમ’ ગીતની રચનાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની પ્રેરણાદાયી ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘વંદે માતરમ’ના નારાએ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં દેશવાસીઓમાં માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના અને રાષ્ટ્રપ્રેમનું અદમ્ય વાતાવરણ ઊભું કર્યું હતું. સાથે જ આજના સમયમાં માતૃભૂમિ પ્રત્યેની આપણી જવાબદારી અને રાષ્ટ્રનિર્માણમાં નાગરિક તરીકેની ભૂમિકા અંગે પણ તેમણે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે યજમાન વિદ્યાલયના આચાર્ય તેમજ વિવિધ શાળાઓના શિક્ષકોએ પણ પોતાના મનોગત વ્યક્ત કરી ‘વંદે માતરમ’ના રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યા ભારતી અંતર્ગત ઘૂંટુ ગામે શિશુવાટિકા સંચાલક  ઇલાબેન પાંચોટીયા તથા તેમનો સમર્પિત સ્ટાફ  માયાબેન ગોર, ચેતનાબેન સંઘાણી, પ્રિયાબેન પરમાર, રાધાબેન વસીયાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News