વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
SHARE
મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકા દ્વારા મોરબી નજીકના લીલાપર ઘૂનડા રોડ ઉપર જે પથ્થરની ખાણો આવેલી છે ત્યાં પાણી ભરાયેલ છે તેમ ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શહેરના જુદાજુદા 4 સ્થળે લોકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રિત કરીને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને મોદી રાત સુધી આવેલ ગણેશજીની નાની-મોટી કુલ મળીને 471 મૂર્તિઓનું સલામત રીતે કોઈપણ દુર્ઘટના કે વિવાદ વગર વિસર્જન કરવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જન સમયે કોઈ જીવલેણ દુર્ઘટના ન બને તે માટે મોરબી શહેરી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબી નજીકના લીલાપર ઘૂનડા રોડ ઉપર ખાણો આવેલી છે ત્યાં ભરાયેલ પાણીમાં ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ત્યાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જો કે, મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ સ્વીકારવામાં આવતી હતી અને ત્યાથી તે મૂર્તિઓને સલામત રીતે વિસર્જન માટે લઈ જવામાં આવતી હતી અને મહાપાલિકાના કર્મચારી તેમજ ફાયર વિભાગની ટિમ દ્વારા સલામત રીતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત સુધીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુર નગરી કા રાજા સહિત કુલ મળીને 471 જેટલી ગણેશજીની મૂર્તિ આવી હતી જેનું કોઈપણ પ્રકારના વિવાદ કે પછી દુર્ઘટના વગર સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું છે અને ગણેશ વિસર્જન સમયે કોઈ અણબનાવ ન બને તે માટે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત રાખવામા આવ્યો હતો.