જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એસિડ પી જતાં સારવારમાં
મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો
SHARE
મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો
મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ માફાતિયાપરામાં છોકરાના ઝઘડા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે યુવાનને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતા ભરતભાઈ અમરશીભાઈ ભીમાણી (34) નામના યુવાનને ઇરોસ કારખાના સામે કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રોહિત બામણીયા, રવિ બામણીયા અને દસુબેન બામણીયાએ છોકરાના ઝઘડા બાબતે ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુશીલકુમાર રંજન (23) નામનો યુવાન લેબર ક્વાર્ટરની અંદર કોલોનીમાં હતો ત્યારે માથા અને ગરદનના ભાગે વજનદાર વસ્તુ પડવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ રમેશભાઈ (28) નામનો યુવાન લાલપર અને જાંબુડીયા વચ્ચે શૈલેષ કાંટા નજીકથી બાઇકમાં જતો હતો ત્યારે સામસામે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેણે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી