મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ
SHARE
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાની જમીન ઉપર મકાન બાંધવા માંગતા લાભાર્થીઓને હપ્તા મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે તેવામાં રાજ્ય મંત્રીની હાજરીમાં મહાપાલિકા કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 લાખની સહાય અને તેના હપ્તા ન મળતા હોવાની રજૂઆતો લાભાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ સ્ટાફ અને વચેટીયાઓ દ્વારા નાણાંની માંગણી કરવામાં આવે છે તેવી ફરિયાદ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી જેથી મંત્રીએ પહેલા તો ગેરરીતિ બંધ કરવા માટેની મહાકાલીકાના સ્ટાફને કડક સૂચના આપી હતી ત્યાર બાદ લાભાર્થીઓને સરળતાથી સહાય અને હપ્તા મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવા માટેનો આદેશ કર્યો હતો
મોરબી મહાપાલિકા કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની રજૂઆતો સાંભળવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આવાસ યોજનાની સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓની રજૂઆતો લાભાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ ફોર્મ ભરવાથી લઈને મંજૂર કરવા સુધીના કામોમાં સ્ટાફ કે પછી વચેટિયા મારફતે પૈસાની માંગણી કરીને ઉઘરાણા કરવામાં આવતા હોવાનો આક્ષેપ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતો જેથી મંત્રી દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને કોઈપણ વચેટિયાને એક પણ રૂપિયો આપવો નહીં તેવી સ્પષ્ટ વાત લાભાર્થીઓ સાથે કરી હતી. અને જે લોકો પાસે જમીનના યોગ્ય પુરાવા અને દસ્તાવેજ હશે તેમને નિયમ મુજબ મંજૂરી મળી જશે અને તેમના હપ્તા પણ સમયસર શરૂ થઈ જશે તેવી ખાતરી આપી હતી
અંતમાં મંત્રીએ પત્રકારોને જણાવ્યુ હતું કે, મોરબીમાં 490 આવાસ બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે જેની સામે 261 જેટલા મકાનોના લાભાર્થીઓના કામ પ્રગતિમાં છે જો કે, લાભાર્થીઓને હપ્તા મેળવવામાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે અને તેઓને દસ્તાવેજી કામમાં પડતી મુશ્કેલીઓ અને તકલીફોનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓને સૂચના આપીને પારદર્શક રીતે તેમજ સરળતાથી લોકોને સહાય અને હપ્તા મળી રહે તેની વ્યવસ્થા કરવા માટે આદેશ કર્યો હતો. ખાસ કરીને લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવવાની કામગીરીમાં કોર્પોરેશનના બે માણસોને સાથે રાખવા તેમજ જરૂર પડે તો ચેરમેનને પણ સાથે બેસાડીને ઝડપથી લોકોના પ્રશ્ન ઉકેલાઇ તેના માટેની વ્યવસ્થા કરવા મંત્રી અધિકારીઓને કહ્યું છે.
મોરબીમાં પરાબજારના વેપારીઓ ત્રાહિમામ
મોરબી શહેરના પરાબજાર વિસ્તારમાં ચોમાસા દરમિયાન રોડ ઉપર મસ મોટા ખાડા પડી ગયા હતા ત્યાં મહાપાલિકાના તંત્ર દ્વારા વેટ મિક્ષ નાખીને ખાડા પૂરવા માટેનું કામ કરવામાં આવ્યું હતું જો કે હાલમાં વરસાદ રહી ગયા બાદ રોડ ઉપર કાંકરા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેથી વાહન ચાલકો ત્યાંથી પોતાના વાહન લઈને પસાર થાય ત્યારે દુકાનદારો પોતાની દુકાનમાં બેસી ન શકે તે પ્રકારનો ઘાટ સર્જાયો છે જેથી મનપામાં મંત્રીનો કાર્યક્રમ ચાલુ હતો ત્યાં વેપારીઓ પહોચી ગયા હતા અને મંત્રીને ધૂળની ઉડતી ડમરીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી ત્યારે મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અધિકારીને સૂચના આપી હતી.









