વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં
વાંકાનેરના સરતનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના સરતનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેરના સરતનપર ગામેથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ચોકડી પાસેથી છકડો રીક્ષા ચાલક યુવાન પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પરના ચાલકે અચાનક વણાંક લઈ લીધો હતો અને છકડો રીક્ષા સહિત યુવાનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં રીક્ષા ચાલક યુવાનને માથામાં તથા શરીરે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા બાબુભાઈ સતાભાઈ મુંધવા (42)એ ડમ્પર નંબર જીજે 36 વી 9314 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, સરતાનપર ગામે પાવર હાઉસ સામે આવેલ પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર ચોકડી પાસેથી તેઓના ભાઈ મુકેશભાઈ સત્તાભાઈ મુંધવા (30) પોતાની છકડો રીક્ષા નંબર જીજે 3 એક્સ 4952 લઈને ઘર બાજુ આવી રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને અચાનક વળાંક વળી લેતા છકડો રીક્ષા સહિત ફરિયાદીના ભાઈને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે તથા હાથે પગે ગંભીર ઇજાઓ થઈ હોય તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ બાદ ડમ્પર ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મહિલા સારવારમાં
મોરબીમાં દલવાડી સર્કલ પાસે રહેતા જ્યોતિબેન મનોજભાઈ ઇન્દરિયા (35) નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતો સાવન આનંદભાઈ (41) નામનો યુવાન નવા બસ સ્ટેશનથી બાપાસીતારામ ચોક બાજુ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સાથે બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને ઇજા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે