મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા


SHARE









તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા

મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઇ વરમોરા (45) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના ચાર શખ્સોની સામે ફ્રોડની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જે બનાવમાં આરોપીઓએ ફરિયાદીના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો આપી હતી અને તેની પાસેથી 86.25 લાખની રકમ ટ્રાન્સફર કરાવીને ફ્રોડ કર્યું હતું જે ગુનામાં પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ 61 લાખની રકમ રીકવર કરી હતી. આ રકમ કોર્ટના હુકમ મુજબ મૂળ માલિકને એસપી ઓફિસે બોલાવીને એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી વિરલ દલવાડી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસની હાજરીમાં ફરિયાદીને પરત આપવામાં આવેલ છે.




Latest News