મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ
મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
SHARE
મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રેરીત મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારાં જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૬ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.
મોરબી જીલ્લાની આઠ સ્કૂલોએ રાષ્ટ્રીય સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે યુનિક ઈ.મી.સ્કૂલ મોરબી, દ્વિતીય ક્રમે નાલંદા વિધાલય વિરપર તથા તૃતિય ક્રમે ડી.જે.પટેલ કન્યા વિધાલય મોરબીની ટીમ વિજેતા બની છે અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બેસ્ટ ડાયરેકટ શ્રીમતિ છાયાંબેન કાટડે તથા બેસ્ટ રાઈટ માહિન મઘોડીયાને પસંદ કરવામાં આવ્યા છે અને નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ. ભટ્ટ તેમજ દરેક સ્કૂલનાં માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતાઓને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સમગ્ર નાટ્ય મહોત્સવના સફળ આયોજન માટે દિપેનભાઈ ભટ્ટ, આઈ.પી. ઓફીસર પાર્થભાઈ સોલંકી તથા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.