વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો


SHARE









માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યુવાનને અગાઉ ઝઘડો થયો હતો અને સામે વાળો શખ્સ તેની સામે ઇશારા કરતો હતો જેથી તે બાબતે સમજાવવા માટે યુવાન અને તેનો મિત્ર ગયા હતા ત્યારે 4 શખ્સોએ તેઓને લાકડાના ધોકા વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મિયાણાં તાલુકાના સુલતાનપુર ગામે રહેતા સુનિલભાઈ લાભુભાઈ દેગામા (25)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા, મહિપતભાઈ અમરશીભાઈ સીતાપરામ રાહુલભાઈ અમરશીભાઈ સીતાપરા અને અજયભાઈ અમરશીભાઈ સીતાપરા રહે. ચારેય સુલતાનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને અક્ષયભાઈ સાથે અગાઉ ઝઘડો થયો હતો અને ગત તા. 30/9 ના રોજ ફરિયાદી સામે આરોપી ઇશારા કરતો હોય જે બાબતે તેને સમજાવવા ગયા હતા તે વાતનો ખાર રાખીને ચારેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ વિક્રમભાઈ બંને ઘર તરફ જતા હતા ત્યારે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને માથા, બરડા અને ડાબા હાથમાં ધોકા વડે માર માર્યો હતો જ્યારે સાહેદ વિક્રમભાઈ છોડાવવા માટે વચ્ચે પડતા તેને અક્ષયભાઈ અને રાહુલભાઈએ બંને પગ ઉપર તથા જમણા હાથમાં ધોકા વડે માર મારીને ઈજા કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News