માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો
વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરના ભલગામ પાસે પેટ્રોલ પંપ નજીકથી રોડ ક્રોસ કરીને બાથરૂમ કરવા માટે ગયેલ યુવાન પરત આવી રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં ડમ્પર લઈને આવેલા શખ્સે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ચોટીલા તાલુકાના ડોસલીધૂના ગામના રહેવાસી ભીખાભાઈ બીજલભાઇ બથવાર (55)એ ડમ્પર નંબર જીજે 10 ટીવાય 8484 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટથી ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર ભલગામ પાસે પેટ્રોલ પંપની સામેના ભાગમાં ફરિયાદીના ભાઈ દિનેશભાઈ બીજલભાઇ બથવાર રોડ ક્રોસ કરી બાથરૂમ કરવા માટે ગયેલ હતા અને બાથરૂમ કરીને પરત આવતા હતા ત્યારે ડમ્પરના ચાલકે પોતાના હવાલા વાળું ડમ્પર બેફિકરાયથી ચલાવ્યું હતું અને રોંગ સાઈડમાં ડમ્પર ચલાવીને ફરિયાદીના ભાઈને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં દિનેશભાઈને માથામાં તથા શરીરે ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તેનું ડમ્પર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવમાં ઇજા પામેલ દિનેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે