મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE









વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર કેરાળા ગામના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર ચોટીલા હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાટીયા પાસે રાજા પેટ્રોલ પંપથી આગળના ભાગમાં કોઈ અજાણ્યા 25 થી 35 વર્ષના પુરુષનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતી અને મૃતક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું જોવા મળ્યું હતું જેથી અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

વાંકાનેરના મેસરિયા ગામે રહેતા ભાવેશ મંગાભાઈ (37) નામના યુવાને બે દિવસ પહેલા પોતાના ઘરે દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી જનાવર કરડી ગયું
હળવદના વાકિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઇ મગનભાઈ વસાવા (30) નામના યુવાનને મનજીભાઈ દેત્રોજાની વાડીએ કામ કરતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા કરમશીભાઈ હેમરાજભાઈ (78) નામના વૃદ્ધને શ્વાસની બીમારી હતી અને તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા તેઓને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News