મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત


SHARE









હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત

હળવદના રણજીતગઢ ગામે રહેતા યુવાનની દીકરી શાળાએથી રિસેસમાં સાયકલ લઈને ઘરે જમવા માટે આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સાયકલ સાહિત તે રસ્તામાં પડી ગઈ હતી અને બેભાન થઈ ગયેલ હતી અને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા જયેશભાઈ ગોરધનભાઈ સોનાગ્રાની આઠ વર્ષની દીકરી પ્રિયલ ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં શાળાએથી રિસેસમાં સાયકલ લઈને પોતાના ઘરે જમવા માટે જતી હતી ત્યારે રસ્તામાં સુખદેવભાઈ હડિયલના ઘર પાસે તે સાયકલ સહિત રસ્તા ઉપર નીચે પડી ગયેલ હતી અને તે બાળકીનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજાના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતક બાળકીના પિતા જયેશભાઈ સોનાગ્રા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા સવજીભાઈ વાઘજીભાઈ ઠાકોર (55) નામના આધેડ માધાપર પાસે કોઈ કારણસર પડી જતા તેઓને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી જનાવર કરડી ગયું
ટંકારા નજીક આવેલ ઉમા સિમેન્ટ ફેક્ટરીના લેબર કવાર્ટરમાં રહેતો જોરાવર બારીયા (25) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News