મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા


SHARE





















મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) બ્રાન્ચની વર્ષ 2025-26ની ટીમનો કાર્યકાળ પૂર્ણ થતાં તાજેતરમાં મિટિંગ મળી હતી જેથી વર્ષ 2026-27 ની નવી ટીમનો પદગ્રહણ સમારોહ એસ.પી. રોડ ખાતે આવેલા દેવ ફાર્મ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. આ સમારોહમાં ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2026-27 માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નવી ટીમમાં પ્રેસિડેન્ટ તરીકે ડૉ. રાજેશ ફલાડીયા, સેક્રેટરી તરીકે ડૉ. ધર્મેશ ભાલોડિયા અને ખજાનચી તરીકે જયેશ સનારિયાને જવાબદારી સોંપવામાં આવી છે અને નવી ટીમના હોદ્દેદારોએ પ્રસંગોપાત પ્રવચન કરી આગામી વર્ષ દરમિયાન મેડિકલ ક્ષેત્રને લગતા પ્રશ્નોને યોગ્ય મંચ પર વાચા આપવા તેમજ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર સક્રિય કામગીરી કરવાની વાત કરી હતી. નવી ટીમ દ્વારા દર્દીઓને વધુ સારી અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે નવી ટેકનોલોજી અને આધુનિક સારવાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાયો હતો. સાથે જ તબીબોના વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં પરંતુ દર્દીઓ પ્રત્યેની જવાબદારી અને સેવા સાથે જોડાયેલા ડોક્ટરના ધર્મ તરીકે નિભાવવાની વાત પણ કરવામાં આવી હતી. દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર, તેમની સારવારને પ્રાથમિકતા અને તબીબી ક્ષેત્રના પડકારો અંગે સામૂહિક રીતે કામગીરી કરવાની દિશામાં નવી ટીમે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમારોહના અંતે ગત ટીમના વિવિધ હોદ્દેદારો તેમજ IMAના તમામ સભ્યો દ્વારા નવી ટીમના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.










Latest News